ટી20 વર્લ્ડ કપ 2024માં બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જેના કારણે ટીમને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું, આ દરમિયાન ચાહકોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પાસેથી કેપ્ટનશિપ લેવાની માંગ છે.
આ દરમિયાન, ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે બાબર આઝમ પછી કયા ખેલાડીને પાકિસ્તાન ટીમની કપ્તાની સોંપવી જોઈએ તે અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન સુકાની બાબર આઝમની આગેવાની હેઠળની ટીમને સતત ચોથી ICC ઈવેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ બે વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે.
આ જોતા પાકિસ્તાની ચાહકોમાં એવી માંગ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમ પાસેથી કેપ્ટનશીપ પાછી લઈ ટીમના અન્ય ખેલાડીને સોંપવી જોઈએ. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે ટીમના મજબૂત ખેલાડીને પાકિસ્તાનનો નવો કેપ્ટન બનાવવાની વાત કરી છે.
એક સ્પોર્ટ્સ ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે કહ્યું કે બાબર આઝમ બાદ શાહીન આફ્રિદીને પાકિસ્તાન ટીમનો નવો કેપ્ટન બનાવવો જોઈએ. તેવા મંતવ્યો વ્યક્ત કર્યા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી.
જણાવી દઈએ કે, જે બાદ શાહીન આફ્રિદીને ટી-20 ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી પરંતુ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સીરીઝ બાદ જ પીસીબીએ તેને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય કર્યો અને બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવ્યો