T-20

ન્યૂઝીલેન્ડના બોલરે  હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો, આવું કરનાર પ્રથમ ખિલાડી બન્યો

આયર્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ માઈકલ બ્રેસવેલ માટે હંમેશા માટે યાદગાર બની ગઈ. આ મેચમાં તેણે T20 હેટ્રિક હાંસલ કરી અને ખાસ ખેલાડીઓની યાદીમાં જગ્યા બનાવી લીધી.

બુધવારે આયર્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં આયરિશ ટીમ માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સતત બીજી મેચ જીત્યા બાદ કિવિઓએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.

બુધવારે રમાયેલી શ્રેણીની બીજી T20 મેચમાં આયર્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેન ક્લીવરની ધમાકેદાર અડધી સદીના આધારે ન્યુઝીલેન્ડે 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. તેણે 55 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 78 રનની ઇનિંગ રમી હતી. ફિન એલને 20 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું.

આશ્ચર્યજનક વાત એ હતી કે કેપ્ટને તેને પહેલી જ ઓવર આપી. T20માં પ્રથમ ઓવરમાં ત્રણ વિકેટ લેનાર બ્રેસવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પહેલો ખેલાડી બન્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેટ્રિક લેનારો ત્રીજો ખેલાડી બન્યો. જેકબ ઓરમ અને ટીમ સાઉદી આ પહેલા કિવી ટીમ માટે આ અજાયબી કરી ચુક્યા છે. ઓરમે 2009માં શ્રીલંકા સામે હેટ્રિક લીધી હતી જ્યારે સાઉદીએ 2010માં પાકિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.

Exit mobile version