ભારતે બર્મિંગહામમાં બીજી T20I 49 રને જીતીને 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. શરૂઆતના આંચકોમાંથી બહાર આવ્યા બાદ, ભારતે પહેલા ઈંગ્લેન્ડ સામે લડાયક સ્કોર બનાવ્યો અને પછી બોલરોએ શાનદાર બોલિંગ કરીને તે સ્કોરનો બચાવ કર્યો એટલું જ નહીં પરંતુ ઈંગ્લેન્ડની ટીમને 17 ઓવરમાં 121 રનમાં આઉટ કરી દીધી.
મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાની ઈનિંગના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તેણે દબાણમાં શાનદાર ઇનિંગ રમી. તેણે કહ્યું કે “અમે ઈચ્છતા હતા કે કોઈ અંત સુધી રમે અને અમને સન્માનજનક સ્કોર સુધી લઈ જાય. જાડેજાએ અહીં સદી ફટકારી હતી અને તેણે ત્યાંથી તેની ઇનિંગ્સ ચાલુ રાખી હતી. તે શાંત દેખાતો હતો અને અંત સુધી મેચને લઈ ગયો હતો”.
રોહિતે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ પહેલા ટીમમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું, “અમે આગામી મેચની રાહ જોઈ રહ્યા છીએ. અમે બેન્ચ પરના કેટલાક યુવાનોને રમવાની તક આપવા માંગીએ છીએ. હું જઈને કોચ સાથે આ અંગે વાત કરીશ. અમારે અમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળ વધતા રહેવું પડશે.”
#RohitSharma𓃵: We wanted to give guys sitting on the bench a chance, I will go back and speak to the coach about that. We need to keep ticking the boxes and move forward.
Well this is end of #ViratKohli era in #T20I…..?#INDvsENG #ENGvIND #Bhuvi #Hooda pic.twitter.com/Q8sLL24syt
— Cricowl (@Cricowlofficial) July 9, 2022
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી આ મેચમાં સારી બેટિંગની આશા હતી પરંતુ તેણે ફરી એકવાર તેના ચાહકોને નિરાશ કર્યા. વિરાટે 5 મહિના બાદ ઈન્ટરનેશનલ ટી20માં એન્ટ્રી કરી હતી પરંતુ તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
"We were clinical!" 🇮🇳
Captain Rohit Sharma hails his India team after a dominant victory over England 📈 pic.twitter.com/x9OK8ZEbk9
— Sky Sports Cricket (@SkyCricket) July 9, 2022