બેટ્સમેન બાબર આઝમ બેટ્સમેનોની ટોપ 10 યાદીમાં ત્રીજા નંબરે છે..
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન મો. રિઝવાન આઈસીસી ટી -20 બેટ્સમેન રેન્કિંગમાં ટોપ 10 માં પહોંચી ગયો છે. રિઝવાને ત્રણ મેચની ટી 20 શ્રેણીમાં ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ કરી હતી અને તેની ટીમે 2-1થી જીત મેળવી હતી. રિઝવાનની આ બેટિંગને કારણે તેણે પાંચ સ્થાન મેળવ્યું અને દસમા ક્રમે આવી ગયો છે.
મો. રિઝવાન સિવાય પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ બેટ્સમેનોની ટોપ 10 યાદીમાં ત્રીજા નંબરે છે. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી અને કેએલ રાહુલ પોતપોતાની જગ્યાએ છે. વિરાટ કોહલી પાંચમા સ્થાને છે જ્યારે કેએલ રાહુલ સાતમા સ્થાને છે.
આઈસીસી મેન્સ ટી 20 ટીમ રેન્કિંગ વિશે વાત કરીએ તો ઝિમ્બાબ્વેની ટીમને ત્રણ પોઇન્ટ મળ્યા છે અને તે 11 મા ક્રમે પહોંચી ગઈ છે. નેપાળની ટીમે એક સ્થાન મેળવ્યું છે અને આ ટીમ 14 મા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે નેધરલેન્ડ એક સ્થાન ગુમાવ્યું છે અને તે 18 મા ક્રમે આવી ગયું છે.
– એ.એન.આઇ

