T-20

પાકિસ્તાને એશિયન ગેમ્સ માટે ગલી મોહલ્લા વાળી ટીમ જાહેર કરી

pic- news18

એશિયા કપ 2023 આ મહિને રમાશે. આ પછી સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સ 2023નું પણ આયોજન થવાનું છે. જેમાં આ વર્ષે ક્રિકેટનો પણ એક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમે પણ આ વર્ષે પોતાની ક્રિકેટ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયાની કમાન યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાને પણ એશિયન ગેમ્સ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ટીમની કમાન 20 વર્ષીય કાસિમ અકરમને સોંપવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2023 23 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જેમાં આ વખતે એશિયન ગેમ્સ માટે ક્રિકેટનો પણ એક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે હવે પાકિસ્તાને પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં ટીમની કમાન પાકિસ્તાનની કમાન કાસિમ અકરમને સોંપવામાં આવી છે.

આસિફ અલી અને શાહનવાઝ દહાનીને પણ એશિયન ગેમ્સ 2023 માટે પાકિસ્તાનની ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આસિફ અલી અને શાહનવાઝ દહાની બંને 2022 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી રમ્યા હતા. એશિયન ગેમ્સમાં યુવા ખેલાડીઓની સાથે સાથે અનુભવી ખેલાડીઓને પણ પાકિસ્તાનની ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2023 માટે 15 સભ્યોની પાકિસ્તાની ટીમ:

કાસિમ અકરમ (કેપ્ટન), ઓમૈર બિન યુસુફ (વાઈસ-કેપ્ટન), અમીર જમાલ, અરાફાત મિન્હાસ, અરશદ ઈકબાલ, આસિફ અલી, હૈદર અલી, ખુશદિલ શાહ, મિર્ઝા તાહિર બેગ, મોહમ્મદ હસનૈન, મુહમ્મદ અખલાક (વિકેટ), રોહેલ નઝીર, શાહનવાઝ દહાની, સુફીયાન મુકીમ અને ઉસ્માન કાદિર

Exit mobile version