T-20

ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાને 15 નામોની સૂચિ જાહેર કરી, આ દિગ્ગજ બહાર

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સાત ટી-20 મેચ પાકિસ્તાન માટે મહત્વની રહેશે. પાકિસ્તાને દુબઈના મેદાન પર 36 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી તેણે 21 જીતી છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 17 ઓક્ટોબરથી ઓમાનમાં શરૂ થશે.

જોકે આજે પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, જેમાં બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વખતે વર્લ્ડ કપ દુબઈમાં યોજાઈ રહ્યો છે. પાકિસ્તાન તરફ થી 15 નામો પર મહોર લાગી છે.

અનુભવી ફખર ઝમાન અને વિકેટકીપર સરફરાઝ અહમદને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. મધ્ય ક્રમના બેટ્સમેન આસિફ અલી અને ખુશ્દિલ શાહને પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 સભ્યોની ટીમમાં પાકિસ્તાને માત્ર 5 નિષ્ણાત બેટ્સમેન, 2 વિકેટકીપર, 4 ઓલરાઉન્ડર અને 4 ફાસ્ટ બોલરોને ટીમમાં રાખ્યા છે. 3 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

અનુભવી બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે ટી-20 મેચ પણ રમશે. લાહોર અને રાવલપિંડીમાં 25 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન સાત ટી 20 મેચ રમાશે. આ પછી, પાકિસ્તાન વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ ભારત સામે ટકરાશે.

 

Exit mobile version