પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અનકેપ્ડ ખેલાડીઓ આસિફ આફ્રિદી અને મોહમ્મદ હેરિસને ટીમમાં જગ્યા મળી છે.
ડાબા હાથના સ્પિન બોલર આસિફે તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં સારી બોલિંગ કરી હતી અને 5 મેચમાં 8 વિકેટ લીધી હતી.
બીજી તરફ વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ હેરિસ પણ પોતાની બેટિંગથી પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે. તેણે PCLની 5 મેચોમાં 186.5ના સ્ટ્રાઈક રેટથી 166 રન બનાવ્યા. જોકે મોહમ્મદ હેરિસને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં તક આપવામાં આવી હતી, પરંતુ ન્યુઝીલેન્ડે સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ કર્યો હતો.
આ બંનેની પસંદગી અંગે પસંદગી સમિતિના વડા મોહમ્મદ વસીમે કહ્યું કે બંને ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવા બદલ પુરસ્કાર મળ્યો છે. તેની પસંદગી અન્ય સ્થાનિક ક્રિકેટરો માટે પણ એક સંદેશ છે કે જો તે સારો દેખાવ કરશે તો તેને રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળશે. ઓસ્ટ્રેલિયા રમતના ટૂંકા ફોર્મેટમાં સારી ટીમ છે અને તેથી અમે અમારા શ્રેષ્ઠ વિકલ્પ અને અનુભવી ખેલાડીઓ સાથે જવાનું નક્કી કર્યું છે.
T20 માટે પાકિસ્તાનની ટીમ:
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ આફ્રિદી, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હેરિસ રઉફ, હસન અલી, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.
આ પ્રવાસ પર, ઓસ્ટ્રેલિયાની ટીમ 3 ટેસ્ટની શ્રેણી, 3 મેચની ODI શ્રેણી અને એક T20I મેચ રમશે. 5 એપ્રિલે ટીમ એકમાત્ર T20 મેચ રમશે.