જે પાકિસ્તાની ખેલાડીને તેની ઉંમરને લઈને છંછેડવામાં આવે છે તેના પર સવાલ ઉઠાવવામાં આવે છે, આજે તે જ પાકિસ્તાની ખેલાડીએ કરી બતાવ્યું અજાયબી. વાત કરીએ ઈફ્તિખાર અહેમદની, જેણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની ઝડપી બેટિંગથી મુશ્કેલીમાં ફસાયેલી પાકિસ્તાની ટીમને ન માત્ર બચાવી હતી, પરંતુ આ ખેલાડીએ આ T20 વર્લ્ડ કપની સૌથી લાંબી સિક્સ પણ ફટકારી હતી.
ઇફ્તિખારે એન્ગીડીના બોલ પર એક લાંબો છગ્ગો લગાવ્યો હતો અને આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઈફ્તિખાર અહેમદે આ સિક્સ 16મી ઓવરમાં ફટકારી હતી. લુંગી એનગીડીના શોર્ટ બોલ પર ઈફ્તિખારે જબરદસ્ત પુલ શોટ રમ્યો હતો. બોલ ઈફ્તિખારના બેટ પર વાગ્યો અને 106 મીટર દૂર ગયો. આ સાથે ઈફ્તિખાર આ ટૂર્નામેન્ટમાં સૌથી લાંબી સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે.
ઈફ્તિખાર અહેમદે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો, જેણે પર્થમાં ભારત સામે 104 મીટર સિક્સ ફટકારી હતી. તેના સિવાય એરોન ફિન્ચ અને મિશેલ માર્શે 102 મીટર સિક્સ ફટકારી છે. માર્કસ સ્ટોઇનિસે પણ 101 મીટરમાં સિક્સ ફટકારી છે.
That Six From Chacha iftikhar🔥 pic.twitter.com/pQtV8EzKEG
— Sajid ALi (@sajii_writes) November 3, 2022