T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 માંથી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારત છોડવા માટે રાહ જોઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે ICC દ્વારા ગોઠવાયેલી ખાસ ચાર્ટર ફ્લાઇટમાં ભારત રવાના થશે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1 માર્ચે ભારત સામે સુપર 8ની છેલ્લી મેચ હારી ગયા બાદ સ્વદેશ પરત ફરવાની હતી, પરંતુ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં હવાઈ મુસાફરી પ્રતિબંધોને કારણે ટીમનો પ્રવાસ એક અઠવાડિયા મોડો પડ્યો હતો.
દક્ષિણ આફ્રિકા 4 માર્ચે પહેલી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ મેચ પણ કોલકાતામાં યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ કોલકાતામાં ફસાઈ ગઈ છે. 5 માર્ચે મુંબઈમાં ભારત સામે બીજી સેમિફાઇનલ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ મુંબઈમાં ફસાઈ ગઈ છે.
અહેવાલ મુજબ, ‘ઈંગ્લેન્ડ સીધું લંડન જશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ, દક્ષિણ આફ્રિકા સાથે, પહેલા જોહાનિસબર્ગ અને પછી એન્ટિગુઆ જશે. બંને ટીમો હજુ પણ તેમના વાસ્તવિક પ્રસ્થાન સમયની પુષ્ટિની રાહ જોઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ટીમો આ રવિવારે રવાના થઈ શકે છે.’

