T-20

T20I ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારના ખેલાડીઓ, ટોપમાં 2 ભારતીય

Pic- 100 MB

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. T20 ક્રિકેટના આગમનથી, બેટ્સમેનોની સ્ટ્રાઈક રેટ ખૂબ જ ઊંચી થવા લાગી છે. T20 ક્રિકેટમાં બેટ્સમેનો આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કરી દે છે અને ઘણા રન બનાવી લે છે.

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના તે મજબૂત બેટ્સમેનનો જેમણે સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

પોલ સ્ટર્લિંગ:

પોલ સ્ટર્લિંગ આયર્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન છે અને તેનું નામ આ યાદીમાં પ્રથમ આવે છે. પોલ સ્ટર્લિંગ પાસે ઘણો અનુભવ છે. તેણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં કુલ 325 ચોગ્ગા ફટકાર્યા છે.

રોહિત શર્મા:

ભારતીય ક્રિકેટ ટીમનો વર્તમાન કેપ્ટન અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રોહિત શર્મા આ યાદીમાં બીજા સ્થાને છે. રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં 128 ટી20 મેચ રમી છે અને તે સૌથી વધુ ટી20 મેચ રમનાર બેટ્સમેન પણ છે. રોહિતે અત્યાર સુધી ઈન્ટરનેશનલ ટી20માં 303 ફોર ફટકારી છે.

વિરાટ કોહલી:

આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું નામ ત્રીજા સ્થાને આવે છે. વિરાટ કોહલી ઘણા વર્ષોથી ભારત માટે રમી રહ્યો છે. વિરાટે ટીમ ઈન્ડિયા માટે 99 T-20 મેચમાં 299 ચોગ્ગા ફટકાર્યા છે.

Exit mobile version