T-20

ભારત-પાક મેચ પર રહાણેનું નિવેદન, કહ્યું- કોઈ પણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ

24 ઓક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારા આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પહેલા ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ કહ્યું છે કે વિરાટ કોહલીની ટીમે બાબર આઝમની ટીમને હળવાશથી ન લેવી જોઇએ.

ભારતે પાકિસ્તાન સામે પોતાની તમામ વર્લ્ડ કપની મેચ જીતી લીધી છે પછી ભલે તે વન ડે ઇન્ટરનેશનલ (7-0) હોય અથવા ટી-20 ઇન્ટરનેશનલ (5-0) હોય. આ ઉપરાંત, પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાતમાં વર્ષોથી તેની મોટાભાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે, જે 2009માં આતંકવાદી હુમલાને પગલે શ્રીલંકાની ટીમે દેશમાં વિદેશ પ્રવાસો કરવાનું બંધ કર્યા બાદ તેમનું હોમ ગ્રાઉન્ડ બન્યું હતું. બાબર આઝમની આગેવાનીવાળી ટીમ ફેવરિટમાંની એક છે.

રહાણેએ કહ્યું કે જ્યારે પણ અમે કોઈ પણ ટીમ સામે રમીએ છીએ ત્યારે ભૂતકાળના રેકોર્ડ્સથી કોઈ ફરક પડતો નથી. અમે હંમેશા વર્તમાન, અમારી વ્યૂહરચના, શક્તિઓ, સંજોગો કેવા બનશે વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. રહાણેએ જણાવ્યું હતું કે તે દિવસે હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે આપણે એક ટીમ તરીકે કેટલું સારું કરી શકીએ.

ભારતીય ક્રિકેટરે વધુમાં કહ્યું કે, મને ખાતરી છે કે ભારતની પાકિસ્તાન સામે સારી મેચ થશે. હું મેચ જીતવા માટે સ્પષ્ટપણે ભારતનું સમર્થન કરી રહ્યો છું, પરંતુ વ્યક્તિગત રીતે હું માનું છું કે કોઈ પણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ. અને મને ખાતરી છે કે ભારતીય ટી-20 ટીમને પાકિસ્તાન માટે અન્ય ટીમો જેટલું સન્માન છે.

Exit mobile version