T-20

રાહુલ દ્રવિડે આપ્યો સંકેત, T20માં રોહિત અને કોહલીની સફર પૂરી થઈ!

ICC T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી.

મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ શ્રીલંકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ બાદ એવો સંકેત આપ્યો છે કે બંનેની T20 ઈન્ટરનેશનલ સમાપ્ત થઈ ગઈ છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી રહ્યો છે.

મેચ બાદ રાહુલ દ્રવિડે કહ્યું, ‘જો આપણે T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ પછી જોઈએ તો માત્ર ત્રણ-ચાર એવા ખેલાડીઓ છે જેઓ ઈંગ્લેન્ડ સામે તે મેચ રમી રહ્યા છે અને શ્રીલંકા સામે રમી રહ્યા છે. આગામી ટી20 સિઝનને લઈને અમારી વિચારસરણી અલગ છે. યુવા ટીમ માટે શ્રીલંકા જેવી ટીમ સાથે રમવાનો સારો અનુભવ રહ્યો છે. સારી વાત એ છે કે હવે વધુ ધ્યાન ICC ODI વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર છે. તેથી ટી20માં અમારી પાસે યુવા ખેલાડીઓને અજમાવવાની તક છે.

દ્રવિડ સાચો હતો, કારણ કે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ પ્લેઈંગ ઈલેવનમાંથી માત્ર ચાર એવા ખેલાડીઓ છે જેઓ ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ સેમીફાઈનલ રમ્યા હતા અને શ્રી સામેની બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની રહ્યા હતા.

Exit mobile version