T-20

રાહુલે કોહલીને પાછળ છોડી ઈતિહાસ રચ્યો, T20માં આવું કામ કરનાર પ્રથમ ખિલાડી

લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે તાજેતરના વર્ષોમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતના સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેનોમાંનો એક રહ્યો છે.

રાહુલે મંગળવારે IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ ઇનિંગ બાદ રાહુલે T20 ક્રિકેટમાં વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

રાહુલે T20 ક્રિકેટમાં 179 ઇનિંગ્સમાં 138.18ની એવરેજથી પોતાના 6000 રન પૂરા કર્યા. આ પહેલા ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેણે 184 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આઈપીએલ 2022 સીઝનમાં સદી ફટકારનાર રાહુલ માત્ર બીજો બેટ્સમેન છે. તેના સિવાય જોસ બટલરે આ સિઝનમાં અત્યાર સુધી સદી ફટકારી છે.

રાહુલ ઓલ ટાઈમ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેલ (162 ઈનિંગ્સ) અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (165)થી પાછળ છે. ભારતીયોમાં શિખર ધવન 213 ઇનિંગ્સ સાથે રાહુલ અને કોહલી પછી ત્રીજો ભારતીય છે. તે જ સમયે, સુરેશ રૈના આ મામલામાં ચોથા નંબર પર છે, જેણે 217 ઇનિંગ્સમાં ટી-20માં પોતાના 6000 રન પૂરા કર્યા છે. ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 218 ઈનિંગમાં 6000 રન સાથે પાંચમા સ્થાને છે.

Exit mobile version