ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેમના અનુગામી રાહુલ દ્રવિડને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ગભરાવાની કોઈ વાત નથી, કારણ કે દ્રવિડ કોરોનાને હરાવી ભારત-પાકિસ્તાન મેચ માટે મેદાનમાં ઉતરશે.
તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે તેનાથી બહુ ફરક પડશે. આજે તેને COVID-19 ન કહો, તે માત્ર ફ્લૂ છે. દ્રવિડ ત્રણ-ચાર દિવસમાં સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફરશે. નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ મંગળવારે ટીમ UAE રવાના થયા પહેલા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આશા છે કે દ્રવિડ કોરોનામાંથી સાજા થયા બાદ ભારતીય ટીમ સાથે જોડાશે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.
શાસ્ત્રીએ કહ્યું, ‘ગયા વર્ષે જ્યારે મને કોરોના ચેપ લાગ્યો હતો, ત્યારે હું છ દિવસમાં ડ્રેસિંગ રૂમમાં પાછો ફરી શકતો હતો.
— Twitter India (@TwitterIndia) August 23, 2022