ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટીમમાં સ્ટાર ખેલાડીઓ જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી છતાં, જો તેઓ સારી શરૂઆત કરવામાં સફળ થાય તો ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે ભારત પાસે પૂરતી ઊંડાઈ છે.
ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો હતો. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. એક સપ્તાહમાં ઓસ્ટ્રેલિયામાં તેના સ્થાનની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા રવિન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરીના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો.
રવીન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલની પસંદગી ટીમમાં કરવામાં આવી છે. બીજી તરફ, મોહમ્મદ શમી જસપ્રિત બુમરાહની જગ્યાએ પ્રબળ દાવેદાર છે.
“તે દુર્ભાગ્યપૂર્ણ છે. આટલું બધું ક્રિકેટ રમાઈ રહ્યું છે, અને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય છે. બુમરાહ ઈજાગ્રસ્ત છે, પરંતુ તે કોઈ અન્ય માટે તક છે. ઈજા વિશે તમે કંઈ કરી શકતા નથી, શાસ્ત્રીને ESPNcricinfo સાથી વાત ચીતમાં કહ્યું હતું.”
વધુમાં જણાવ્યું કે, “મને લાગે છે કે અમારી પાસે પૂરતી તાકાત છે અને અમારી પાસે સારી ટીમ છે. હું હંમેશા માની રહ્યો છું કે જો તમે સેમિફાઇનલમાં પહોંચો તો તે કોઈની પણ ટુર્નામેન્ટ બની શકે છે. પ્રયાસ કરો અને સારી શરૂઆત કરો, સેમિ-ફાઇનલ સુધી પહોંચો અને પછી તમે બધા જાણો છો કે તમારી પાસે કદાચ [વર્લ્ડ] કપ જીતવા માટે પૂરતી શક્તિ છે.”