T-20

હજી પણ રિંકુ સિંહને ટી-20 વર્લ્ડ કપ માટ ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે

pic- wiki

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સીઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. આ રંગા રંગ ટુર્નામેન્ટની ફાઈનલ 26મી મેના રોજ રમાશે. જો કે, આ પછી પણ ચાહકોના ઉત્સાહમાં કોઈ બ્રેક નહીં આવે, કારણ કે 2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024 રમાશે.

આ આગામી મેગા ઈવેન્ટમાં 20 ટીમો ભાગ લેશે અને તમામે પોતપોતાની 15-સભ્ય ટીમો આઈસીસીને મોકલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ 30 એપ્રિલે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. જોકે, કેટલાક ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો ભારતીય ટીમથી ખુશ નથી.

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને શુભમન ગિલ, અવેશ ખાન અને ખલીલ અહેમદની સાથે રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે. પસંદગીકારોના આ નિર્ણયથી ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો ખુશ નથી. તેઓ સોશિયલ મીડિયા પર સતત પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

દરમિયાન, પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે સ્પષ્ટતા કરી હતી કે ટીમમાં બે રિસ્ટ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે રિંકુ સિંહ માટે ટીમમાં કોઈ સ્થાન બાકી નથી. અગરકરે એ પણ સ્વીકાર્યું કે રિંકીને પડતો મૂકવો એ પસંદગીકારો માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો.

નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેનારી તમામ ટીમોએ 2 મે સુધીમાં તેમની ટીમ ICCને મોકલવાની હતી. જો કે તેઓ 25 માર્ચ સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જો યુઝવેન્દ્ર ચહલ IPLની બાકીની મેચોમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેના સ્થાને રિંકુ સિંહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે.

26 વર્ષીય રિંકુ સિંહે ભારત માટે રમાયેલી 17 T20 મેચોમાં 89ની એવરેજ અને 176.23ની સ્ટ્રાઈક રેટથી 356 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી પણ સામેલ છે.

Exit mobile version