T-20

ઋષભ પંતે તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, ટોસ જીતીને કહ્યું- હું દિલ્હીનો છોકરો છું…

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પણ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત માટે કેપ્ટન તરીકેની પ્રથમ મેચ હતી.

દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા પંતે કેપ્ટન તરીકે હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમવી તેને પોતાના માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. પંતે આ મેચમાં ઉતરતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. વાસ્તવમાં, પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ભારતીય વિકેટકીપરની યાદીમાં નંબર વન પર આવી ગયો છે. રેકોર્ડ જુઓ-

24 વર્ષ, 248 દિવસ: રિષભ પંત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2022)*
26 વર્ષ, 068 દિવસ: મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ સ્કોટલેન્ડ (2007)
29 વર્ષ, 314 દિવસ: રાહુલ દ્રવિડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (2002)

T20Iમાં સૌથી યુવા ભારતીય કેપ્ટન
23 વર્ષ, 197 દિવસ – સુરેશ રૈના
24 વર્ષ, 248 દિવસ – ઋષભ પંત
26 વર્ષ, 68 દિવસ – મહેન્દ્ર સિંહ ધોની

Exit mobile version