
ICC ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન શાનદાર શરૂઆત કરી છે. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે જોરદાર બેટિંગ કરતા સદીની ભાગીદારી કરી અને ટીમના મોટા સ્કોરનો પાયો તૈયાર કર્યો. બંનેએ ટી20 ક્રિકેટમાં ચોથી વખત ટીમ ઈન્ડિયાને 100 રનથી આગળ લઈ જઈને એક ખાસ સિદ્ધિ હાંસલ કરી.
બુધવારે 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. રોહિત અને રાહુલે ટીમ ઈન્ડિયા માટે મજબૂત શરૂઆત કરી હતી. આ મહત્વપૂર્ણ મેચમાં બંને ઓપનરોએ સાથે મળીને પાવરપ્લેમાં 85 રન ઉમેર્યા હતા. આ જોડી અહીં જ ન અટકી અને ટીમ માટે ટી-20માં ચોથી વખત સદીની ભાગીદારી કરી.
ટી-20 ઈન્ટરનેશનલમાં, રોહિત અને રાહુલની જોડી હવે સદીની ભાગીદારીના મામલે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ સ્થાને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને રિઝવાન છે. બંનેએ અત્યાર સુધી 5 વખત આવું શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત અને રાહુલની જોડી બીજા સ્થાને પહોંચી ગઈ છે, જેના નામે 4 સદીની ભાગીદારીનો રેકોર્ડ છે. રોહિત અને શિખર ધવનની જોડીના નામે પણ 4 વખત આવું કરવાનો રેકોર્ડ છે.
ટી-20માં સૌથી વધુ ભારતીય ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનની જોડીના નામે છે. બંનેએ ડરબનમાં પ્રથમ વિકેટ માટે 160 રન બનાવ્યા હતા. હવે રોહિત તેના પાર્ટનર રાહુલ સાથે બીજા સ્થાને આવી ગયો છે. બંનેએ અબુ ધાબીમાં ભારત માટે 140 રનની ભાગીદારી નોંધાવી હતી.
