T-20

રોહિત શર્માએ T20Iમાં કોહલીનો રેકોર્ડ તોડ્યો, ભારત માટે પ્રથમ ખિલાડી બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં પોતાની ઈનિંગ દરમિયાન 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ત્રણ ચોગ્ગાની મદદથી તે હવે ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે.

આ મેચમાં રોહિત શર્માએ ઋષભ પંત સાથે ઇનિંગની શરૂઆત કરી હતી અને તેઓએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી પણ કરી હતી. આ પછી રોહિત 31 રનના સ્કોર પર રિચર્ડ ગ્લેસનના હાથે આઉટ થયો હતો. રોહિત શર્માએ આ મેચમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 155.00 હતો.

રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વિરાટ કોહલીને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માના નામે કુલ 301 ચોગ્ગા નોંધાયા છે. તેણે 127 મેચની 119 ઈનિંગમાં આ ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 98 મેચની 90 ઈનિંગમાં 298 ચોગ્ગા ફટકાર્યા છે.

જો વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો હવે રોહિત શર્મા સૌથી વધુ ચોગ્ગા ફટકારવાના મામલે બીજા નંબરે આવી ગયો છે જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબરે સરકી ગયો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ પોલ સ્ટારલિંગના નામે છે, જેણે 104 મેચની 103 ઇનિંગ્સમાં કુલ 325 ચોગ્ગા ફટકાર્યા છે. માર્ટિન ગુપ્ટિલ 287 ચોગ્ગા સાથે ચોથા ક્રમે છે જ્યારે એરોન ફિન્ચ 286 ચોગ્ગા સાથે પાંચમા ક્રમે છે.

ઇન્ટરનેશનલ T20માં સૌથી વધુ ચોગ્ગા મારનાર ટોચના 5 બેટ્સમેન-

પાલ સ્ટારલિંગ – 325 ચોગ્ગા

રોહિત શર્મા – 301 ચોગ્ગા

વિરાટ કોહલી – 298 ચોગ્ગા

માર્ટિન ગુપ્ટિલ – 287 ચોગ્ગા

એરોન ફિન્ચ – 286 ચોગ્ગા

Exit mobile version