T-20

રોહિતે રચ્યો ઈતિહાસ! ટી20માં ધોની-વિરાટને છોડી ભારતનો પ્રથમ ખેલાડી બન્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે ક્રિકેટના મેદાન પર વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો નવમો ક્રિકેટર બન્યો છે. રોહિતે રવિવારે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ માટે ટોસ માટે બહાર નીકળતી વખતે આ સિદ્ધિ મેળવી હતી.

ઓપનર રોહિત પહેલાથી જ પુરૂષ ક્રિકેટમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતીય કેપ્ટને અત્યાર સુધીમાં 140 T20I મેચ રમી છે, જે પાકિસ્તાનના શોએબ મલિક કરતા 16 વધુ છે. રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને એમએસ ધોની એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર છે જેમણે T20I માં 350 થી વધુ મેચ રમી છે. રોહિત 2007 વર્લ્ડ કપથી ટી-20 મેચ રમી રહ્યો છે.

સૌથી વધુ T20 મેચ રમનાર ભારતીય:

400 – રોહિત શર્મા
368 – દિનેશ કાર્તિક
361 – એમએસ ધોની
354 – વિરાટ કોહલી
336 – સુરેશ રૈના

વિશ્વમાં સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડના નામે છે, જેણે અત્યાર સુધી 614 મેચ રમી છે. તેના પછી ડ્વેન બ્રાવો (556), શોએબ મલિક (481), ક્રિસ ગેલ (463), સુનીલ નારાયણ (435), રવિ બોપરા (429), આન્દ્રે રસેલ (428) અને ડેવિડ મિલર (402)નો નંબર આવે છે.

Exit mobile version