
ટી 20 ક્રિકેટમાં ફક્ત 8 બેટ્સમેનોએ 9 હજારથી વધુ રન બનાવ્યા છે…
ભારતના ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાંચ મેચની ટી -20 શ્રેણીની ચોથી ટી 20 મેચ રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટી 20 મેચમાં ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ટી -20 માં પ્રથમ વખત સિક્સરની મદદથી ભારતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિતે લેગ સ્પિનર આદિલ રશીદનો પ્રથમ બોલ સિક્સર ફટકાર્યો હતો. આ ઉપરાંત રોહિતે ટી -20 ક્રિકેટમાં 9,000 રન પૂરા કર્યા છે અને ભારત તરફથી આવું કરનાર તે બીજો બેટ્સમેન બન્યો છે.
ટી 20 ક્રિકેટમાં ફક્ત 8 બેટ્સમેનોએ 9 હજારથી વધુ રન બનાવ્યા છે. જો કે, તે તેની શરૂઆતને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યો નહીં. રોહિત શર્મા 12 રન બનાવી આર્ચરના બોલ પર આઉટ થયો હતો.
First time India have begun their T20I innings with a six on the first ball!
Just Rohit things
#OneFamily #MumbaiIndians #INDvENG https://t.co/OMpkGDDB2b
— Mumbai Indians (@mipaltan) March 18, 2021
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની ટીમે તેમના પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ઇશાન કિશનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ રાહુલ ચહર રમી રહ્યા છે.


