રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આજે જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ રમશે. આ મેચમાં ભારતીય ટીમ પાસે ન્યૂઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં મળેલી હારનો બદલો લેવાની ઘણી તક છે.
કેન વિલિયમસન કિવી ટીમ સાથે નહીં હોય, પરંતુ આ ટીમમાં એવા અનુભવી ખેલાડીઓની કોઈ કમી નથી જે સારું પ્રદર્શન કરવાની શક્તિ ધરાવે છે. આ ટીમના બોલરો ખાસ કરીને ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, ઈઝ સોઢી ભારતીય ટીમ માટે મોટી સમસ્યા બની શકે છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ મેચ જીતવા માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે.
ટીમ ઈન્ડિયા પાસે ઘણા સારા ખેલાડીઓ છે, પરંતુ હાર્દિક પંડ્યા આ શ્રેણી માટે ટીમમાં નથી, તેથી ફિનિશરની ભૂમિકામાં કોણ હશે, તે રોહિત માટે મોટો પડકાર બની શકે છે. જોકે, પ્રથમ વખત ટીમમાં સામેલ કરાયેલા વેંકટેશ અય્યર એકદમ ફિટ છે. ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ તો ઓપનિંગની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પર રહેશે. ઋતુરાજ ગાયકવાડને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી શકે છે, જ્યારે શ્રેયસ અય્યરને ચોથા નંબર પર બેટિંગ કરવાની શક્યતા છે.
રવિન્દ્ર જાડેજા આ ટીમમાં નથી તો આર અશ્વિનને તક મળી શકે છે, જે બોલિંગની સાથે બેટિંગ પણ કરે છે. ચહલની ટીમમાં વાપસી થઈ છે અને તે પ્લેઈંગ ઈલેવનમાં પણ જોવા મળી શકે છે. બીજી તરફ ફાસ્ટ બોલર તરીકે દીપક ચહર અને હર્ષલ પટેલને તક આપવામાં આવી શકે છે.
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), વેંકટેશ ઐયર, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, હર્ષલ પટેલ

