ICC T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. જયાં પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા રમાઈ હતી. જેમાં નામિબિયાએ એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને 55 રને હરાવ્યું હતું. આ સાથે નામિબિયાની ટીમ સુપર 12માં જગ્યા બનાવવા માટે એક ડગલું આગળ વધી ગઈ છે.
આ પરિણામને જોતાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ટીમના જોરદાર વખાણ કર્યા છે અને સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પોસ્ટ પણ શેર કરી છે.
સચિને નામીબિયાની જીત પર ટ્વિટર પર લખ્યું કે નામીબિયાએ આજે એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને હરાવીને વિશ્વને નામ યાદ રાખવાનું કહ્યું. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનની આ ટ્વિટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ સાથે નામીબિયાની ટીમના લોકો પણ જોરદાર વખાણ કરી રહ્યા છે. શ્રીલંકાને હરાવ્યા બાદ નામિબિયા પણ ગ્રુપ Aમાંથી સુપર 12માં સ્થાન માટે દાવેદાર બની ગયું છે. જો ટીમ તેની આગામી મેચ જીતે છે, તો ટીમ સુપર 12માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.
Namibia 🇳🇦 has told the cricketing world today… “Nam” yaad rakhna! 👏🏻
— Sachin Tendulkar (@sachin_rt) October 16, 2022