ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને બેટિંગ કોચ સંજય બાંગરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) T20 વર્લ્ડ કપ 2022 પહેલા નિવેદન આપતાં ત્રણ બોલરોના નામ આપ્યા છે જેઓ જસપ્રિત બુમરાહનું સ્થાન લઈ શકે છે.
જો કે, તેણે એમ પણ કહ્યું છે કે જસપ્રિત બુમરાહની ઈજા ભારત માટે મોટી ખોટ છે, પરંતુ અન્ય બોલરો માટે પણ તે પોતાની છાપ બનાવવાની તક છે. બાંગરે સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ક્રિકેટ લાઈવમાં કહ્યું, જસપ્રિત બુમરાહની ઈજા ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે.
ભારતીય બોલિંગમાં બુમરાહની ગેરહાજરીથી ઘણી ટીમો ભારત સામે રમવાની રીત બદલી નાખશે. ભારત માટે આ સમસ્યા હોઈ શકે છે, પરંતુ એક વ્યક્તિની ઈજા અન્ય વ્યક્તિ માટે તક છે. આશા છે કે દીપક ચહર અથવા શમી અથવા અર્શદીપ વર્લ્ડ કપમાં પોતાની છાપ બનાવી શકે છે.”
બુમરાહની ઈજાએ ઘણા દાવેદારોને ભારતીય ટીમમાં પ્રવેશવાની તક આપી છે. પસંદગીકારો પાસે મોહમ્મદ શમી, દીપક ચાહર અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ વિકલ્પ છે અને તેમણે 15 ઓક્ટોબર પહેલા નામ ફાઈનલ કરવાનું રહેશે.