T-20

ત્રીજી ટી 20માં કિશનનો બેટિંગ ક્રમમાં ફેરફાર થતાં સંજય માંજરેકર ગુસ્સે ભરાયો

ત્રીજી ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયા 8 વિકેટથી હારી ગઈ હતી…

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયા 8 વિકેટથી હારી ગઈ હતી. ટીમે સતત ત્રીજી મેચ માટે તેમની શરૂઆતની જોડી બદલી અને રોહિત શર્મા અને કેએલ રાહુલને ઓપનર તરીકે ઉતાર્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂમાં શાનદાર અડધી સદી ફટકારનાર ઇશાન કિશન ત્રીજી મેચમાં ઓપનરમાંથી ત્રીજા નંબર પર આવી ગયો હતો અને તે ફક્ત ચાર રન બનાવીને આઉટ થયો હતો. ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ઇશાન કિશનના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવા માટે નાખુશ થયા અને આ વિશે તેમણે ટ્વીટ પણ કરી હતી.

સંજય માંજરેકરે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, “ટી -20 ઓપનર તરીકે ધમાકેદાર પદાર્પણ પછી ઇશાન આગામી મેચમાં ઓપેનઈંગ ન કરવા દીધી, તે મારી સમજની બહાર છે.” ઇશને બીજી ટી 20 મેચમાં ઓપનર તરીકે ઇનિંગની શરૂઆત કરી અને માત્ર 32 બોલમાં 56 રનની ઇનિંગ રમી. ઇશાને તેની ઝડપી ઇનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને 4 લાંબા છગ્ગા ફટકાર્યા હતા, જે ટીમને ઇંગ્લેન્ડને સરળતાથી હરાવવામાં મદદ કરી હતી.

ત્રીજી મેચમાં ત્રીજા નંબરે ઉતરનાર ઇશાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને 9 બોલનો સામનો કર્યા બાદ માત્ર ચાર રન બનાવીને ક્રિસ જોર્ડનના બાઉલિંગ બોલ પર હવામાં બેઠો હતો.

Exit mobile version