ભારત અને યુએસએ વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો આ સતત ત્રીજો વિજય હતો. આ સાથે રોહિત એન્ડ કંપની હવે સુપર-8માં પહોંચી ગઈ છે.
ભલે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી ગઈ હોય, પરંતુ ફરી એકવાર યુએસએના સ્ટાર બોલર સૌરભ નેત્રાવાલકરે પોતાની શાનદાર બોલિંગથી કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા.
સૌરભ નેત્રાવલકરે ફરી એકવાર ભારત સામે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. આ મેચમાં સૌરભે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. જેમાં કોહલીને પહેલા જ બોલ પર સૌરભે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Saurabh Netravalkar🇺🇸 becomes the FIRST bowler to dismiss Virat Kohli for a golden duck in ICC events. pic.twitter.com/kKkw6sR2zj
— Kausthub Gudipati (@kaustats) June 12, 2024
હવે સૌરભ ICC ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીને ગોલ્ડન ડક માટે આઉટ કરનાર પ્રથમ બોલર બની ગયો છે. કોહલી પણ T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ મેચમાં સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરતા 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ ટૂર્નામેન્ટમાં સૌરભ શાનદાર બોલિંગ કરી રહ્યો છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યુએસએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ ઝડપી. આ પછી ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 18.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
Alongside a patent, Saurabh now has Virat Kohli's wicket too 😅👏 #USAvIND #T20WorldCup pic.twitter.com/5YicT8m7YF
— Cricbuzz (@cricbuzz) June 12, 2024

