T-20

તારીખ નોંધીલો! ઓક્ટોબરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર

Pic- Scroll

ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશમાં રમાશે. પ્રથમ મેચ ઢાકામાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મહિલાઓ વચ્ચે રમાશે. ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પણ જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે સિલ્હટમાં મેચ રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચ ઘણી મુશ્કેલ છે.

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં કુલ 10 ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1ને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર 2ને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. આ ટીમો વચ્ચે કુલ 23 મેચ રમાશે.

વર્લ્ડ કપ ફિક્સર બાંગ્લાદેશમાં શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાના, ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પણ હાજર હતા. ICCએ એક ટ્વિટમાં તેની તસવીર શેર કરી છે.

Exit mobile version