T-20

સેહવાગ અને જાડેજાનું માનવું: શ્રીલંકા સામે ઋષભ પંત અને દીપક હુડાને બહાર રાખો

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022 સુપર 4માં આજે શ્રીલંકા સામે મેચ રમવાની છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. અજય જાડેજા અને વિરેન્દ્ર સેહવાગે આ મેચને લઈને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે તેના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા બાદ દિનેશ કાર્તિકને પાછલી મેચમાં કેમ પડતો મૂકવામાં આવ્યો હતો તેનાથી સેહવાગ ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો.

ક્રિકબઝ પર સેહવાગે સ્પષ્ટ કહ્યું, ‘મને લાગે છે કે જે એક ફેરફાર થશે તે ફિનિશરની વાપસી હશે.’ જેના પર જાડેજાએ કહ્યું કે તેનો અર્થ એ છે કે પંત બહાર જશે અને દિનેશ કાર્તિક ટીમમાં આવશે. બીજી તરફ જાડેજાએ કહ્યું કે તેને લાગે છે કે દીપક હુડાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે અને તેની જગ્યાએ અક્ષર પટેલને તક મળશે.

બંને પૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે આ રીતે ટીમ ઈન્ડિયાના ડાબા હાથના બેટ્સમેનની કમી પણ પૂરી થઈ જશે અને ટીમને ફિનિશર પણ મળશે. વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેની પાસે ડાબોડી બેટ્સમેન તરીકે મર્યાદિત વિકલ્પો છે. હવે રિષભ પંત અને અક્ષર પટેલ જ વિકલ્પ બચ્યો છે.

Exit mobile version