
ઓસ્ટ્રેલિયા સામે ICC ટી-20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલમાં ટીમની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી તેના ભાવિ જમાઈ અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના પ્રદર્શનથી ખુશ નથી.
ગુરુવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડે પાકિસ્તાનને 19મી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. વેડે 17 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 41 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
શાહિદ આફ્રિદીએ ‘સામા ટીવી ચેનલ’ને કહ્યું, ‘હું શાહીનના પ્રદર્શનથી ખુશ નથી. હસન અલીએ કેચ છોડ્યો, તેનો અર્થ એ નથી કે તમે સતત ત્રણ સિક્સર આપો. શાહીનની ગતિ સારી છે અને તેણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ભલે કેચ મિસ થઈ જાય. તેણે તેના મગજનો ઉપયોગ કરવો જોઈએ અને ઓફ-સ્ટમ્પની બહાર બાર યોર્કર ફેંકવા માટે તેની ગતિનો ઉપયોગ કરવો જોઈએ. તે એવો બોલર નથી કે જેની સામે આટલા રન બનાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, શાહીન શાહ આફ્રિદી પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો જમાઈ બનવાનો છે. શાહિદ આફ્રિદીની મોટી દીકરી અક્સા આફ્રિદીએ આ વર્ષે મે મહિનામાં ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી સાથે સગાઈ કરી હતી. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
Shahid Afridi “I’m not happy with Shaheen. Just because Hassan Ali dropped a catch shouldn’t mean in the next over you get hit for 3 sixes. He has so much pace & should’ve had the sense to bowl outside the off-stump yorkers, but he bowled into Wade’s preferred area” #T20WorldCup
— Saj Sadiq (@SajSadiqCricket) November 12, 2021
