બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન રવિવારે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે અહીં સ્કોટલેન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની મેચ દરમિયાન લસિથ મલિંગાની 107 વિકેટને પાછળ છોડી દીધી હતી.
શાકિબ તેના દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટર છે તેણે ચાર ઓવરમાં 2/17 ના આંકડા સાથે શ્રીલંકાના સૌથી મોટા ખિલાડીનો ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેનરનો રેકોર્ડ તોડ્યો.
શાકિબે હવે 89 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 108 વિકેટ ઝડપી છે અને આ ફોર્મેટમાં 100 વિકેટ અને 1000 થી વધુ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર પણ છે. તેણે તે દિવસની શરૂઆતમાં મલિંગાની બરાબરી કરી, રિચી બેરિંગ્ટનને પાછળ છોડી દીધો અને માઈકલ લીસ્કની વિકેટ સાથે આગળ વધ્યો.
ન્યૂઝીલેન્ડનો ટીમ સાઉથી ત્રીજા નંબરે છે, જેમણે 99 વિકેટ પોતાના નામે કરી છે.

