T-20

શાકિબે બનાવ્યો અદ્ભુત રેકોર્ડ, ટી-20માં આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો

આ સાથે બાંગ્લાદેશે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે…

 

 

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. શાકિબ એક જ ટીમ સામે સતત બે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સમાન આંકડા ધરાવનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.

શાકિબે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20માં 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ સિવાય બોલિંગમાં ચાર ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી. આ પછી, શુક્રવારે (6 ઓગસ્ટ) રમાયેલી ત્રીજી ટી 20 માં પણ તેણે બેટિંગમાં 17 બોલમાં 26 રન અને બોલિંગમાં ચાર ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી.

જણાવી દઈએ કે ત્રીજી ટી 20 માં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ સાથે બાંગ્લાદેશે કોઈ પણ ફોર્મેટમાં દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

Exit mobile version