T-20

શરમજનક રેકોર્ડ: કેનેડાની ટીમે આ મામલે ઓસ્ટ્રેલિયાને ટી20માં પાછળ છોડી

દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે…

 

શેરે-બાંગ્લા-સ્ટેડિયમમાં શુક્રવારે (6 ઓગસ્ટ) રમાયેલી ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશે કોઈ પણ ફોર્મેટમાં દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 128 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે 4 વિકેટના નુકશાન પર 117 રન પર હતી અને એવી અપેક્ષા હતી કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી શકે છે પરંતુ અંતે તેઓ 10 રનથી હારી ગયા હતા.

આ સાથે ઓસ્ટ્રેલિયાએ તેના નામે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેન્સ ટી-20માં 4 કે તેનાથી ઓછી વિકેટ પડ્યા બાદ ઓછો ટાર્ગેટ ન મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો, જે વર્ષ 2021માં પાકિસ્તાન સામે 158 રનનો પીછો કરી રહ્યા હતા, પરંતુ 150-4 વિકેટ લેવા છતાં તેઓ લક્ષ્ય હાંસલ કરી શક્યા ન હતા.

ભારતનું નામ ત્રીજા નંબરે આવે છે. વર્ષ 2012માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ 168 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી જ્યારે ટીમનો સ્કોર 4 વિકેટના નુકશાન પર 166 રન હતો.

આ યાદીમાં કેનેડાનું નામ ચોથા સ્થાને છે. વર્ષ 2013 માં આયર્લેન્ડ સામે કેનેડાની ટીમ 169 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી અને ટીમનો સ્કોર 166 રનમાં 3 વિકેટે હતો.

Exit mobile version