ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને હાર્દિક પંડ્યાના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તે અત્યારે T20 ક્રિકેટમાં બેન સ્ટોક્સ કરતા ઘણો આગળ છે. પંડ્યાએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અનેક પ્રસંગોએ બોલ અને બેટ બંનેથી પ્રભાવિત કર્યા છે.
હાર્દિક પંડ્યાને આ વર્ષના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. વોટસને એનડીટીવી સાથે વાત કરતાં ભારતીય ઓલરાઉન્ડરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે આ સમયે તેની શક્તિના શિખરે છે અને તેને રમતા જોવાનો આનંદ છે.
વોટસને કહ્યું, ‘હાર્દિક પંડ્યા અત્યારે તેની શક્તિની ટોચ પર છે. તેની રમતા જોવાની ખૂબ જ મજા આવે છે. મને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર જોવા ગમે છે જે મેચનો માર્ગ બદલી શકે છે. તમે જાણો છો કે તેનો પ્રભાવ એવો છે કે તે કોઈપણ સમયે વિરોધી ટીમથી મેચને છીનવી શકે છે. પછી ભલે તે તેના હાથમાં બોલ હોય કે બેટ. નોંધનીય છે કે T20 ક્રિકેટમાં હાર્દિક પંડ્યાની સરખામણી મોટાભાગે બેન સ્ટોક્સ સાથે કરવામાં આવે છે. બંનેને ઉત્તમ ઓલરાઉન્ડર માનવામાં આવે છે.
જો કે, શેન વોટસન પોતાની પસંદગી અંગે ખૂબ જ સ્પષ્ટ છે અને કહ્યું કે ભારતીય ઓલરાઉન્ડર ટી20 ક્રિકેટમાં સ્ટોક્સ કરતા ઘણો આગળ છે. વોટસને કહ્યું કે પંડ્યા તેની બેટિંગ, બોલિંગ અને અન્ય ગુણોને કારણે બે ઓલરાઉન્ડરોમાં શ્રેષ્ઠ છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, ‘હાર્દિક પંડ્યા જે રીતે રમી રહ્યો છે તે જોવાની મજા આવે છે. ટી20 ક્રિકેટની વાત કરવામાં આવે તો હાર્દિક હંમેશા બેન સ્ટોક્સ કરતા આગળ હોય છે.