
જો કે, ટી-20ને બેટ્સમેનોની રમત કહેવામાં આવે છે. પરંતુ ક્રિકેટ જગતમાં એવા ઘણા બોલર છે જે 20-20ના આ ફોર્મેટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખે છે. જેઓ પોતાની શાનદાર બોલિંગના જોરે મેચનો નકશો ફેરવી નાખે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોટસને આવા 5 બોલરોની પસંદગી કરી છે. જેને તે ટી-20નો સર્વશ્રેષ્ઠ બોલર માને છે.
શેન વોટસને શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાને વિશ્વના સર્વશ્રેષ્ઠ 5 ટી-20 બોલરોની યાદીમાં નંબર વન પર રાખ્યો છે. તમને જણાવી દઈએ કે સારા બેટ્સમેન માટે મલિંગાના શાનદાર યોર્કર લેન્થ બોલને રમવું સરળ નહોતું. ટી-20માં મલિંગાનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
આ પછી વોટસને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને નંબર 2 પર રાખ્યો છે. વોટસનનું માનવું છે કે આફ્રિદી કોઈપણ પરિસ્થિતિમાં સારી બોલિંગ કરી શકે છે.
આ સિવાય વોટસને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ત્રીજા નંબર પર રાખ્યો છે. વોટસન માને છે કે બુમરાહની સૌથી મોટી તાકાત ઓછી રન અપ સાથે ઝડપી યોર્કર લેન્થ ડિલિવરી છે. જેની સામે શ્રેષ્ઠ બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવતા જોવા મળ્યા છે. બુમરાહે અત્યાર સુધી ટી-20માં કુલ 191 મેચ રમી છે. જેમાં તેણે 237 વિકેટ લીધી છે.
વોટસને વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ 2 બોલરોને સ્થાન આપ્યું છે. આમાં તેણે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને ચોથા નંબર પર રાખ્યો છે. બ્રાવોની સૌથી મોટી તાકાત ધીમા બોલ તેની તાકત છે. વોટસને સુનીલ નારાયણને છેલ્લા અને નંબર 5 પર રાખ્યા છે. આજ સુધી સારા બેટ્સમેન નારાયણની સ્પિન બોલિંગને સમજી શક્યા નથી.
