આ અઠવાડિયે પ્રેક્ટિસ દરમિયાન ઓપનર જેસન રોયને ઈજા થઈ હતી..
ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે આગામી ટી -20 શ્રેણીમાં તેમના સૌથી વિસ્ફોટક બેટ્સમેન જેસન રોય વિના રમશે. ખબરને અનુસાર, ઇંગ્લેંડની પાકિસ્તાન સામેની પહેલી ટી 20 મેચ શુક્રવારે છે, ત્યારબાદ મેચ રવિવાર અને મંગળવારે રમાશે. ડાબી બાજુ હેમસ્ટરિંગ ઈજાને કારણે તે ત્રણેય મેચોમાં ભાગ લઈ શકશે નહીં.
ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે આ અઠવાડિયે પ્રેક્ટિસ દરમિયાન ઓપનર જેસન રોયને ઈજા થઈ હતી અને તેની ઈજાની માહિતી બુધવારે સ્કેન પર બહાર આવી હતી.
પરતું રોય ઇંગ્લેન્ડની ટીમ સાથે રહેશે અને સપ્ટેમ્બરથી સાઉધમ્પ્ટનમાં શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઇટ બોલ સિરીઝ માટે સમયસર પાછો ફરવાનો પ્રયાસ કરશે.
જોકે, ઇંગ્લેન્ડે કહ્યું જણાવ્યું નહીં કે જેસન રોયની જગ્યાએ બીજો ખેલાડી બોલાવવામાં આવ્યો છે કે નહીં.
Speedy recovery @JasonRoy20
— England Cricket (@englandcricket) August 27, 2020