ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી પાંચ મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
સેન્ટ કિટ્સમાં રમાનારી ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાના બદલે રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. વાસ્તવમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ શરૂ થવામાં ઘણો વિલંબ થયો હતો. બીજી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાને બદલે 11 વાગ્યે શરૂ થઈ હતી. આને ધ્યાનમાં રાખીને આયોજકોએ ત્રીજી ટી20 મેચ થોડી મોડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
BCCIએ મેચના નવા સમય વિશે ટ્વિટ કરીને કહ્યું કે, “2 ઓગસ્ટે સેન્ટ કિટ્સમાં રમાનાર બીજી T20 મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટોસ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાને બદલે 9 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.
જોકે, મેચના સમયમાં ફેરફાર ત્રીજી મેચ પર જ લાગુ થશે. શ્રેણીની ચોથી મેચ 6 ઓગસ્ટે રમાશે જ્યારે પાંચમી છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
🚨 UPDATE 🚨
Revised timing for the 3rd #WIvIND T20I at St Kitts on August 02, 2022:
Toss: 9:00 PM IST (11:30 AM Local Time)
Start of play: 9:30 PM IST (12 PM Local Time) #TeamIndia
— BCCI (@BCCI) August 2, 2022
તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. ભારતે પ્રથમ મેચ જીતી હતી, પરંતુ બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે જોરદાર વાપસી કરી હતી અને ભારતને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હાલમાં બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી સિરીઝ 1-1 થી બરાબર છે.