દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની શ્રેણીની બીજી T20 મેચ આજે સાંજે 7.30 કલાકે સેન્ટ જ્યોર્જ પાર્ક, ગબરહા ખાતે રમાશે. ભારતે પ્રથમ મેચ જીતી લીધી હતી અને હવે ભારત ચાર મેચની શ્રેણીમાં પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે.
પિચ રિપોર્ટ:
સતત વરસાદને કારણે, સપાટી પર ઝડપી બોલરો માટે પુષ્કળ ઉછાળો અને ગતિ હશે. આ શરૂઆતમાં બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બનાવે છે પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ સ્પિન બોલરો માટે તે વધુ મદદરૂપ બને છે. અહીં રમાયેલી 4 ટી-20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે બે વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ બે વખત મેચ જીતવામાં સફળ રહી છે.
ટોસના સમયે (ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે) વરસાદની સંભાવના 49 ટકાથી 54 ટકાની વચ્ચે છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના વધીને 63 ટકા થઈ જશે જે મેચના બીજા હાફ દરમિયાન ઘટીને લગભગ 40 ટકા થઈ જશે. મેચ ભલે ધોવાઈ ન જાય, પરંતુ વરસાદ મેચને અવરોધી શકે છે. તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
હેડ ટુ હેડ:
કુલ મેચ – 28 ભારત – 16 જીતી દક્ષિણ આફ્રિકા – 11 જીત ટાઈ – 1