આગામી T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
પ્રિટોરિયસ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ખેલાડી હતો, તેની ભૂમિકા ખાસ રહેવાની હતી. તેની બહાર થવું ટીમ માટે મોટો ફટકો છે. તમને જણાવી દઈએ કે પ્રિટોરિયસ ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ વનડે મેચમાં રમાયેલી છેલ્લી T20માં ઈજાગ્રસ્ત થયો હતો.
ઈન્દોરમાં ટીમ ઈન્ડિયા સામે રમાયેલી મેચમાં પ્રિટોરિયસ ઈજાગ્રસ્ત થયો હતો. તેને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જેના પગલે તે T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો હતો. પ્રિટોરિયસ છેલ્લા T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
JUST IN: A blow for South Africa ahead of the ICC Men’s #T20WorldCup 2022 👇https://t.co/i98TzDNUBi
— T20 World Cup (@T20WorldCup) October 6, 2022
પ્રિટોરિયસ ભારત સામેની વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણીની અંતિમ મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે, જ્યાં T20 વર્લ્ડ કપની મેચો રમાશે.