T-20

સાઉથ આફ્રિકાના બોલરે તોડ્યો સ્પીડનો રેકોર્ડ! 34 વર્ષની ઉંમરે કારનામું કર્યું

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ દેશ કોઈપણ આઈસીસી વર્લ્ડ કપની ટાઈટલ મેચ સુધી પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાની જીત સિવાય ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલે પણ આ મેચમાં એક મોટું કારનામું કર્યું છે.

ઈંગ્લેન્ડ સામે શુક્રવારે રમાયેલી સેમીફાઈનલ મેચમાં 34 વર્ષીય શબનિમએ મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. શબનિમ અહીં 80mph એટલે કે 128 kmphની ઝડપે બોલ ફેંકી હતી, જે મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ છે.

ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઈસ્માઈલે પોતાની બીજી ઓવર ફેંકી હતી. આ દરમિયાન ટીવી પર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે આ ઓવરમાં ઈસ્માઈલે 128 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જે મહિલા ક્રિકેટનો સૌથી ઝડપી બોલ છે. જોકે, હજુ સુધી ICCએ તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

શબનિમના ઝડપી બોલે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે ચાર ઓવરના સ્પેલમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 6.80 હતો. ઈસ્માઈલે સોફી ડંકલી, એલિસ કેપ્સી અને કેપ્ટન હીથર નાઈટની મહત્વની વિકેટ લીધી જેના કારણે દક્ષિણ આફ્રિકાની જીત આસાન થઈ ગઈ.

દક્ષિણ આફ્રિકા રવિવારની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જેણે ગુરુવારે પ્રથમ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું.

Exit mobile version