5 જૂન એટલે કે બુધવારે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમવા જઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
આ બાબતે દિગ્ગજોમાં સતત ચર્ચા ચાલી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લીધા હતા. હવે આ મેચમાં રોહિત શર્મા કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે તે જોવું રસપ્રદ રહેશે.
જો કે ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખુલ્લેઆમ કેટલીક બાબતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રાહુલ દ્રવિડે કહ્યું કે ભારતીય ટીમના 10 ખેલાડીઓ પહેલાથી જ નક્કી છે. જે અંગે વધુ ફેરફાર કરવામાં આવશે નહીં. ટીમનો 11મો ખેલાડી પીચની સ્થિતિ અને સ્વભાવ અનુસાર રમશે.
સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સાથે ઓપનર તરીકે વિરાટ કોહલીને પોતાની ટીમમાં જગ્યા આપી છે. જ્યારે તેણે યશસ્વી જયસ્વાલને ત્રીજા નંબર પર રાખ્યો છે. સૂર્ય કુમાર યાદવ ચોથા ક્રમે તો ઋષભ પંતને વિકેટકીપર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
હાર્દિક પંડ્યા ઉપરાંત સુનીલ ગાવસ્કરે શિવમ દુબેને પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે. ગાવસ્કરે શિવમ દુબેને આઠમા નંબરે રાખ્યો છે.
ગાવસ્કરે પસંદ કરેલી ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.