ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સૂર્ય T20I ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો અને ત્રણેય સદી ઓપનિંગથી જ ફટકારનાર એકમાત્ર ખેલાડી બન્યો.
રાજકોટમાં શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આમ કરવાથી તે ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો હતો. તે જ સમયે, તેણે ચોથા નંબર પર રમતા સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, કારણ કે તેના પહેલા કોઈ બેટ્સમેન ઓપનિંગ સિવાય 3 સદી ફટકારી શક્યો નથી.
ભારતના મિસ્ટર 360 ડિગ્રી બેટર કહેવાતા સૂર્યકુમાર યાદવ પહેલા વિશ્વમાં માત્ર ચાર એવા ક્રિકેટર છે જેમણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 કે તેથી વધુ સદી ફટકારી છે, પરંતુ તે બધા ઓપનિંગમાં રમતા સદી ફટકારવામાં સફળ રહ્યા છે. સૂર્યકુમાર યાદવે નંબર 4 પર બે વખત અને એકવાર નંબર 3 પર બેટિંગ કરીને સદી ફટકારી છે.
સૂર્યા ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે કેએલ રાહુલને પાછળ છોડી દીધો છે. તેનાથી આગળ રોહિત શર્મા છે, જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 સદી ફટકારી છે. સૂર્યા હવે 3 સદી સાથે બીજા અને કેએલ રાહુલ 2 સદી સાથે ત્રીજા સ્થાને છે. તેના સિવાય સુરેશ રૈના, દીપક હુડા અને વિરાટ કોહલીએ એક-એક સદી ફટકારી છે.
1⃣1⃣2⃣* Runs
5⃣1⃣ Balls
7⃣ Fours
9⃣ Sixes
Supreme dominance 🔥 🔥 edition, ft. @surya_14kumar 🎆 🎆
Revisit that 🔝 knock 🎥 🔽 https://t.co/cHnKKW1O0I #TeamIndia | #INDvSL— BCCI (@BCCI) January 7, 2023