T-20

T20: ક્રિસ જોર્ડને રચ્યો ઈતિહાસ! હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો 

Pic- SportsStar The Hindu

ICC T20 વર્લ્ડ કપ 2024ની 49મી મેચમાં ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડને યુએસએ સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. જોર્ડન T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.

ઇનિંગ્સની 19મી ઓવર નાખવા આવેલા જોર્ડનએ કુલ 4 વિકેટ લીધી અને હેટ્રિક પણ લીધી. આ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પેટ કમિન્સ પછી તે બીજો બોલર છે. કમિન્સે બે વખત હેટ્રિક લીધી છે. જોર્ડનની આ શાનદાર બોલિંગ સામે યુએસએની આખી ટીમ 18.5 ઓવરમાં 115 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

2.5 ઓવર બોલ કરતી વખતે જોર્ડને 10 રન આપ્યા અને 4 વિકેટ લીધી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ અને એકંદરે 9મો બોલર છે.

Exit mobile version