ઓસ્ટ્રેલિયા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર 5 મેચની T20 શ્રેણી રમવાની છે. આ સિરીઝ 12 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.
શ્રેણીની પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ભારતીય ચાહકો આ શ્રેણીની મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશે.
વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. શાહીન આફ્રિદી આ શ્રેણીમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે અને મોહમ્મદ રિઝવાનને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતના ચાહકો આ શ્રેણીને લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકે છે. આ સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ થશે.
T20 શ્રેણીનું શેડ્યૂલ:
1લી T20 મેચ – 12 જાન્યુઆરી, 2024, ઈડન પાર્ક, ઓકલેન્ડ – સવારે 11:40
બીજી T20 મેચ – 14 જાન્યુઆરી, 2024, સેડન પાર્ક, હેમિલ્ટન – સવારે 11:40
3જી T20 મેચ – 17 જાન્યુઆરી, 2024, યુનિવર્સિટી ઓવલ, ડ્યુનેડિન – સવારે 5:30 AM IST
4થી T20 મેચ – 19 જાન્યુઆરી, 2024, હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ ખાતે – સવારે 11:40
5મી T20 મેચ – 21 જાન્યુઆરી, 2024, હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ – 5:30 AM IST
New Zealand vs Pakistan 5 match T20I series starts tomorrow.
– Live on Amazon Prime in India. pic.twitter.com/HX0FRxzJ2z
— Johns. (@CricCrazyJohns) January 11, 2024