નેપાળનો સ્ટાર ખેલાડી સંદીપ લામિછાણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ગુરુવારે ફરી એકવાર તેનો યુએસ વિઝા રિજેક્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો વર્લ્ડ કપ રમવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જોકે સંદીપ લામિછાણેના વિઝા રિજેક્ટ થયા બાદ નેપાળના ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
CricNepalના સમાચાર મુજબ, સંદીપ લામિછાણેના વિઝા રિજેક્ટ થયા બાદ ચાહકોએ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ વખત રિજેક્ટ થયા બાદ સંદીપ લામિછાણેએ બીજી વખત વિઝા માટે અરજી કરી હતી, પરંતુ નેપાળમાં યુએસ એમ્બેસીએ બીજી વખત પણ તેનો વિઝા રિજેક્ટ કર્યો હતો. નેપાળની ટીમ T-20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 4 જૂને રમશે, હવે લામિછાનેની વર્લ્ડ કપ રમવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે.
સંદીપ લામિછાણે પર ગયા વર્ષે 17 વર્ષની છોકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, આ ઘટના બાદ સંદીપ લામિછાણેને નેપાળ ટીમની કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી. કાઠમંડુની એક કોર્ટે તેને આ કેસમાં 8 વર્ષની જેલની સજા સંભળાવી હતી, જોકે સંદીપે નીચલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, ત્યારબાદ તેને ત્યાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ, તે T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેના વિઝા નામંજૂર થતાં તેની આશા પર પાણી ફરી વળ્યું હતું.
कृकेटर Sandeep Lamichhane लाई Visa दिनको लागी आन्दोलन ।। pic.twitter.com/ozZBESsCx3
— तितेकरेली
(@Teetekareli_) May 29, 2024
T20 વર્લ્ડ કપ 2024માં નેપાળની ટીમ ગ્રુપ Dમાં છે, જેમાં નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો પણ સામેલ છે. નેપાળની ટીમ તેની પ્રથમ મેચ 4 જૂને નેધરલેન્ડ સામે રમશે.
PROTESTS IN KATHMANDU AFTER SANDEEP LAMICHHANE VISA DENIAL.
Protesters gathered outside the Prime Minister’s building and the US embassy to pressurise for a visa to Lamichhane. pic.twitter.com/Wts2yYcnhn
— Himanshu Pareek (@Sports_Himanshu) May 30, 2024