T-20

T20માં શોએબ મલિકનું કારનામું, ગેલ પછી આવું કરનાર બીજો બેટ્સમેન

પાકિસ્તાનનો સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિક હાલમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં રમી રહ્યો છે. મલિકે સોમવારે કોલંબો સ્ટાર્સ સામે જાફના કિંગ્સ તરફથી અણનમ 35 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે T20 ક્રિકેટમાં 12000 રનનો આંકડો પાર કર્યો હતો.

T20 ક્રિકેટમાં શોએબ મલિક પહેલા એક જ બેટ્સમેન છે જેણે 12000 રનનો આંકડો પાર કર્યો છે અને તે છે ક્રિસ ગેલ. ટી20 ક્રિકેટમાં ગેલના નામે સૌથી વધુ રન નોંધાયા છે. ગેલે 14562 રન બનાવ્યા છે, જ્યારે શોએબ મલિકના ખાતામાં હવે 12,027 T20 રન છે.

શોએબ મલિકે 26 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. જાફના કિંગ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 178 રન બનાવ્યા હતા. જાફના કિંગ્સ તરફથી શોએબ મલિક સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. જવાબમાં કોલંબો સ્ટાર્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન જ બનાવી શકી હતી. કેપ્ટન એન્જેલો મેથ્યુસે 38 બોલમાં અણનમ 73 રન ફટકાર્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.

શોએબ મલિક લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમની બહાર ચાલી રહ્યો છે. એશિયા કપ 2022ની ફાઇનલમાં હાર્યા બાદ ટી20 વર્લ્ડ કપ 2022માં તેની પસંદગીને લઈને ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

Exit mobile version