T-20

ICCએ ‘ટૂર્નામેન્ટની ટીમ’ જાહેર કરી, આ છ ભારતીય ખેલાડીઓનો સમાવેશ

Pic- crictoday

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અજેય રહી. ICCએ T20 વર્લ્ડ કપ 2024ની સમાપ્તિ બાદ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે, આ ટીમમાં ભારતના છ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આઈસીસીની ટીમમાં ભારતના છ ખેલાડીઓ ઉપરાંત અફઘાનિસ્તાનના ત્રણ, ઓસ્ટ્રેલિયાના એક અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરને 12મા ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે.

ICC દ્વારા ટીમમાં પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ, રાશિદ ખાન અને ફઝલ હક ફારૂકીને સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન પણ આ ટીમનો ભાગ છે. દક્ષિણ આફ્રિકાના એનરિચ નોર્ટજેને 12મા ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટઃ

રોહિત શર્મા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, માર્કસ સ્ટોઇનિસ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ફઝલહક ફારૂકી.

12મો ખેલાડી: એનરિચ નોર્ટજે

Exit mobile version