આઈસીસીએ મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021નું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં ભારતની મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 17 થી 22 ઓક્ટોબર દરમિયાન રમાશે. પહેલા રાઉન્ડમાં બે ગ્રુપ છે, એ અને બી. આયર્લેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા ગ્રુપ ‘A’માં છે અને ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ ગ્રુપ ‘B’માં છે.
સુપર 12 રાઉન્ડની શરૂઆત 23 ઓક્ટોબરે અબુ ધાબીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચથી થશે, ત્યારબાદ તે જ સાંજે દુબઈમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ રમાશે. આ બંને મેચ ગ્રુપ Aની છે.
પ્રથમ સેમીફાઈનલ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે દુબઈમાં રમાશે. આ પછી, ફાઇનલ મેચ 14 નવેમ્બરે દુબઇમાં જ યોજાશે. 15 નવેમ્બરને અનામત દિવસ તરીકે રાખવામાં આવે છે.
The ICC Men’s @T20WorldCup 2021 – Super 12 stage will kick off from 23 October 💥 pic.twitter.com/4uqzQ2NzgT
— ICC (@ICC) August 17, 2021

