T-20

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ હશે અમીર, જાણો કેટલા કારોડ મળશે

Pic- India TV News

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T-20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. T-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

આ દરમિયાન ICCએ T-20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની પણ જાહેરાત કરી છે. આ વખતે ચેમ્પિયન બનનાર ટીમને ઐતિહાસિક ઈનામી રકમ મળવાની છે.

આઇસીસીએ ટુર્નામેન્ટ માટે રૂ. 93.51 કરોડ (US$11.25 મિલિયન)નું ઇનામી રકમનું બજેટ રાખ્યું છે, જે એક રેકોર્ડ છે. તે જ સમયે, ICC એ વર્ષ 2022માં T-20 વર્લ્ડ કપ માટે 5.6 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ રાખી હતી, જે આ વખતે બમણી કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપમાં ICC દ્વારા આટલી મોટી રકમ અગાઉ ક્યારેય આપવામાં આવી ન હતી.

આ વખતે T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 2.45 મિલિયન ડોલર (USD) આપવામાં આવશે. જે ભારતીય રૂપિયામાં લગભગ 20 કરોડ રૂપિયા છે. તે જ સમયે, રનર અપ ટીમને $1.28 મિલિયન આપવામાં આવશે. જે ભારતીય રૂપિયામાં અંદાજે 10.64 કરોડ રૂપિયા છે. આ વખતે સેમીફાઈનલમાં હારનાર ટીમોને મોટી ઈનામી રકમ પણ મળશે. સેમિફાઇનલમાં હારનાર ટીમોને 6.55-6.55 કરોડ રૂપિયા આપવામાં આવશે.

Exit mobile version