T-20

પાકિસ્તાને ભારતીય સામે શરણાગતિ સ્વીકારી, સુપર 8માં પ્રવેશ્યું

Pic- x

આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2026 ના 27મા મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે, ભારત સુપર 8 માં પ્રવેશ્યું છે.

ભારતે ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ યુએસએ સામે 29 રનથી જીતી હતી, ત્યારબાદ નામિબિયા સામે 93 રનથી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ હવે 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી લીગ મેચ રમશે.

રવિવારે ટોસ હારીને બેટિંગ પસંદ કરનાર ભારતે 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં, પાકિસ્તાની ટીમ ૧૮ ઓવરમાં ૧૧૪ રનમાં સમેટાઈ ગઈ હતી.

Exit mobile version