જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 05 જૂને આયર્લેન્ડ સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં ગ્રેટ મેચ રમાવાની છે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત લગભગ 16 લાખ રૂપિયા છે. IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ મોંઘી ટિકિટના ભાવને લઈને ICC પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
લલિત મોદીએ કહ્યું કે, આ હાઈ વોલ્ટેજ મેચની ટિકિટ ડાયમંડ ક્લબ સેક્શનમાં લગભગ 20 હજાર ડોલર એટલે કે 16 લાખ 64 હજાર 138 રૂપિયામાં વેચાઈ રહી છે. લલિત મોદીએ તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ X પર લખ્યું, મને જાણીને આશ્ચર્ય થયું છે કે ICC ડાયમંડ ક્લબ ઓફ ઇન્ડિયા અને પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની દરેક ટિકિટ 20 હજાર ડોલરમાં વેચી રહી છે. રમતને વિસ્તારવા અને વધુને વધુ ચાહકોને સામેલ કરવા માટે અમેરિકામાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટિકિટની પ્રારંભિક કિંમત 300 ડોલર છે
તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની શરૂઆતી કિંમત લગભગ 300 ડોલર (25 હજાર) થી 10 હજાર ડોલર (08 લાખ 32 હજાર) છે. આ મેચની ટિકિટ ઘણા સમય પહેલા વેચાઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે.
T-20 વર્લ્ડ કપમાં ભારત સામે:
05 જૂન- ભારત VS આયર્લેન્ડ
09 જૂન- ભારત VS પાકિસ્તાન
12 જૂન- ભારત VS અમેરિકા
Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO
— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024
